ભરૂચ જિલ્લાની અંકલેશ્વર સ્પેશિયલ પોક્સો કોર્ટે મહિલાઓ અને બાળકીઓ પર થતા અત્યાચારો સામે એક અત્યંત દાખલારૂપ અને મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. એક માસૂમ સગીરા પર આચરવામાં આવેલા ઘાતકી દુષ્કર્મ વિરૂદ્ધ ચાલતા કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને કડકમાં કડક સજા સંભળાવી છે. કોર્ટના આ આકરા આદેશથી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ભારે ભય વ્યાપી ગયો છે.
આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂ. 25 હજારનો દંડ
કેસની વિગતો મુજબ, હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સગીરા પરના દુષ્કર્મની ઘટના બાદ પોલીસે સઘન તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની આકરી સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ આરોપીને રૂ. 25,000 નો રોકડ દંડ પણ ભરવાનો હુકમ કર્યો છે.
