શિયાલી મર્ડર કેસમાં પૂર્વ MLA છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાના આગોતરા જામીન ફગાવાયા છે. દિલીપ વસાવાએ આ કેસમાં આગોતરા જામીન અરજી કરી હતી . જો કે કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જમીન ના મંજૂર કર્યા છે. આ કેસમાં શિયાલીમાં સરપંચના પતિને ટ્રક નીચે કચડી નંખાયા હતા અને પોલીસ તપાસમાં આ ઘટના અકસ્માત નહીં હત્યા હોવાનું સામે આવ્યું હતું અને તપાસમાં હત્યા કેસમાં દિલીપ વસાવાની સંડોવણી બહાર આવી હતી.
શિયાલીમાં સરપંચના પતિને ટ્રકના પૈડાં નીચે કચડી દેવાનો મામલો
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પુર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના શિયાલી મર્ડર કેસમાં સંડોવણી બહાર આવી હતી. ગત 13 ઓગષ્ટે ઝઘડિયાના શિયાલીમાં સરપંચના પતિને ટ્રકના પૈડાં નીચે કચડી દેવાનો મામલો બહાર આવ્યો હતો અને આખો મામલો અકસ્માતમાં ખપાવી દેવાયો હતો.
ઘટના અકસ્માત નહીં પણ હત્યા છે તેવી ચોંકાવનારી માહિતી બહાર આવી
જો કે પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ કરતાં આ ઘટના અકસ્માત નહીં પણ હત્યા છે તેવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. પોલીસે આ મામલે વિવિધ દિશામાં તપાસ કરીને 3 આરોપીની ધરપકડ કરી હતી.
છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી
પોલીસે ત્રણેય આરોપીની ઉંડી પુછપરછ કરતાં મામલામાં છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
RTI દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ મુશ્કેલી સર્જે તેમ હોવાથી અરજદારની હત્યાનું કાવતરું
આ ઘટનામાં તપાસમાં ઘટસ્ફોટ થયો હતો તે RTI દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ મુશ્કેલી સર્જે તેમ હોવાથી અરજદારની હત્યાનું કાવતરું રચાયું હતું. પોતાનું નામ બહાર આવતા દિલીપ વસાવાએ ધરપકડથી બચવા દિલીપ વસાવાએ કોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતી
સરકાર તરફે આગોતરા જમીન ન આપવા કોર્ટમાં દલીલો
જોકે કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યાએ સરકાર તરફે આગોતરા જમીન ન આપવા કોર્ટમાં દલીલો કરી હતી જે માન્ય રાખી કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જમીન ના મંજૂર કર્યા હતા.