ભાવનગર જિલ્લામાં વધુ એક યુવાનની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. માલણકા ગામે રત્નકલાકાર તરીકે કામ કરતા યુવકને તેના જ મિત્રોએ વાડીએ બોલાવી ક્રૂરતાપૂર્વક માર માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


હત્યા કરવામાં આવી હોવાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર પ્રેમ પ્રકરણને લઈને વિવાદ થતા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સંદિગ્ધોને શોધવા અને સમગ્ર મામલાની હકીકત બહાર લાવવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Railway News: સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ અંતર્ગત બ્લોકને કારણે આ ટ્રેનો થશે પ્રભાવિત


  • Follow us on: