ગુજરાતમાં ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યાં છે. પોલીસના સઘન પેટ્રોલિંગ હોવાના દાવા વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે લોકોની સુરક્ષામાં તૈનાત પોલીસની પોલીસ લાઈન જ સુરક્ષિત નથી રહી. ભાવનગરમાં પોલીસ લાઈનમાં જ તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તેમ નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટના સ્ટોર રૂમમાં ચોરી કરી હતી. વિદ્યાનગરમાં પોલીસ લાઈનમાં તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
નિલમબાગ પોલીસે નોંધાવી પોલીસ ફરિયાદ
ભાવનગરના વિદ્યાનગરમા સ્થિત પોલીસ લાઈનમાં તસ્કરો ત્રાટક્યા હતાં. નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટના સ્ટોર રૂમમાં ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ લાઇનમાં માઉન્ટેડ ક્વાર્ટસમાં રાખવામાં આવેલા સીસીટીવી, કેમેરા, હાર્ડ ડિક્સ અને સર્વર સહિત 17 હજાર રૂપિયાથી વધુની ચોરી કરી હતી. વાયરલેસ પીએસઆઈએ આ ચોરીને લઈને પોલીસ ફરિયાદ કરી હતી. નિલમબાગ પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.













