અરવલ્લીના મોડાસા શહેરના મેઘરજ રોડ, પુરુષોત્તમનગર સોસાયટીમાં ભાઈએ જ ભાઈની ગળું દબાવી હત્યા કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.


નોકરી અને મિલ્કતના વિવાદને કારણે હત્યા

મળેલી વિગતો અનુસાર, નોકરી અને મિલ્કતના વિવાદને કારણે બંને ભાઇઓ વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપી યોગેશ રાઠોડે પોતાના જ સગા ભાઇનું ગળું દબાવીને હત્યા કરી હતી

પોલીસે યોગેશ રાઠોડને ઝડપી પાડ્યો

મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યોગેશ રાઠોડને ઝડપી પાડ્યો છે. ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.

પોલીસની વધુ તપાસ શરુ

પોલીસે ઘટના સ્થળની તપાસ સાથે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો----   Gujarat Latest News Live : ગંભીરા નજીક નદીમાં બોટ પલટવાનો મુદ્દો, નદીમાંથી તમામ નાવડીઓને જપ્ત કરાઇ, તંત્ર એક બીજાને આપી રહ્યું છે ખો

  • Follow us on: