ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નકલી દારૂના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. SMCની ટીમે વરતેજ આંબલીવાડી વિસ્તારમાં રહેતા આ કેસના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના નિવાસસ્થાને ત્રાટકીને વિધિવત પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક સ્તરે ચાલી રહેલા આ ગેરકાયદેસર કારોબારને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે SMC સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના ઘરે પંચનામું
તપાસનું ચક્ર આગળ ધપાવતા SMC દ્વારા માત્ર મુખ્ય સૂત્રધાર જ નહીં, પરંતુ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો પર પણ સકંજો કસવામાં આવ્યો છે. SMCની ટીમોએ મુખ્ય આરોપી ગૌતમ સોલંકી ઉપરાંત મધ્યપ્રદેશના રઈસ તેમજ અન્ય સહ-આરોપીઓ જતીન અને સારસના ઘરે પણ એકસાથે પંચનામાની કામગીરી હાથ ધરી હતી. આ દરોડાથી દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
