ભાવનગરમાં સીટી બસે વાઘાવાડી રોડ પર સિગ્નલ પાસે અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં બસના ટાયર નીચે હાથ આવી જતાં મહિલાને ઈજા પહોંચી હતી. દર્શને જતા દંપતીને અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.


સીટી બસ ચાલતા દંપત્તિનું સ્કૂટર બસ સાથે અથડાયું

ભાવનગરમાં સિટી બસના અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે.વાઘાવાડી રોડ માધવદર્શન નજીક સિગ્નલ પાસે દંપત્તિ નું સ્કૂટર સીટી બસ સાથે અથડાતા પાછળ ના ટાયરમાં હાથ આવી ગયો હતો. માધવ દર્શન નજીક સિગ્નલ પાસે ઉભેલી સીટી બસ ચાલતા દંપત્તિનું સ્કૂટર બસ સાથે અથડાયું હતું. ઘટનામાં મહિલાનો હાથ બસના ટાયર નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકોના ટોળાં મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. દંપત્તિ લોખંડબજારમાં આવેલા મંદિર ખાતે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Navsari News: ઐતિહાસિક ઉનાઈ મંદિરમાં ભગવાન રામ માટે ભક્તોના ધરણાં

  • Follow us on: