ભાવનગરના તળાજામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની હત્યા કરવામાં આવી છે, અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થયા છે, કોંગ્રેસ પક્ષના હતા પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ-૨ માંથી ગતટર્મમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા હતા. તળાજાથી મહુવા બપોરના સમયે ગયા હતા તે દરમિયાન આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, મહુવાના નૂતન નગરમાં ખેલાયો ખૂની ખેલ.


ત્રણ શખ્સોએ કરી હત્યા

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 3 શખ્સોએ હત્યા કરી હતી અને પેટના ભાગે હત્યા કરી હતી, જેમાં તેમનું મોત થયું છે, મહુવાથી તળાજા અને લવાયા બાદ પી.એમ અર્થે ભાવનગર લઈ જવાયો મૃતદેહ તો, સુનિલ ચૌહાણ ભાવનગર જિલ્લાના અનુસિચિત સમાજના હતા આગેવાન, હત્યાના સમાચારના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા અને મહુવા પોલીસે હત્યારા અને હત્યા પાછળનું કારણ શોધવા તપાસ હાથધરી છે, મૃતદેહનું પીએમ થશે પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

તળાજાના કોંગ્રેસના પૂર્વ નગરસેવક પર મહુવામાં મોડી રાત્રે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરીને કરપીણ હત્યા કરાઈ હતી. પૂર્વ નગરસેવક પર હુમલો થતાં મહુવાનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઈજાગ્રસ્તને મહુવાની હનુમત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન પૂર્વ નગરસેવકનું મોત નિપજયુ હતુ. મહુવાના નુતન નગર શાળા નંબર ૧૨ પાસે રાત્રેના ૧૨ વાગ્યા આસપાસ સુનિલભાઈ ચૌહાણ (રહે તળાજા) ને મહુવાના કોઈ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ કરી હતી તળાજાના કોંગ્રેસના પૂર્વ નગરસેવક સુનિલભાઈને ગંભીર ઈજાઓ થતા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

  • Follow us on: