ભાવનગરમાં એક અજીબ કિસ્સો સામે આવતા પરિવારજનોની સાથે તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. આ વાત છે માત્ર 5 વર્ષના બાળકની. કે જેના કાનમાં એક નહીં પણ 15 જેટલા વંદાઓ હતા. ફક્ત 5 વર્ષના બાળક સાથે થયેલી આ ઘટના આશ્ચર્ય ઉભુ કરે તેવી છે. કારણ કે કાન જેવી નાજુક જગ્યામાંથી આટલા બધા વંદા નિકળવા એ તપાસનો વિષય છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામમાં આ આશ્ચર્યજનક ઘટના બની છે.
બાળકના કાનમાંથી વંદા નિકળ્યા













