ભાવનગર પોલીસે જિલ્લામાં માદક પદાર્થોના વેચાણને રોકવા માટે કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં. હવે ઝડપાયેલા નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. એસઓજી પોલીસે 13.45 લાખના નાર્કોટિક્સનો નાશ કર્યો હતો.


13.45 લાખની કિંમતના માદક પદાર્થોનો નાશ કરાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર પોલીસે શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં લાખોની કિંમતનો નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કર્યો હતો. માદક પદાર્થોની હેરાફેરી અને તેના વેચાણને રોકવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક આરોપીઓને પકડીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોના જથ્થાનો નાશ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 13.45 લાખની કિંમતના માદક પદાર્થોનો એસઓજીની ટીમે નાશ કર્યો હતો.

દહેજ ખાતેની કંપનીમાં નાશ કરવામાં આવ્યો

ભાવનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એસઓજીએ એનડીપીએસના ગુના હેઠળ પાડેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો નાશ કર્યો છે. જેમાં 63 કિલોથી વધુ ગાંજો, 117 કિલોથી વધુ પોષડોડા અને 35 કિલો અફીણનો નાશ કરવામાં આવ્યો હતો. દહેજ ખાતે આવેલી કંપનીમાં પોલીસે આ માદક પદાર્થોનો નાશ કર્યો હતો. 

  • Follow us on: