સોશિયલ મીડિયામાં યુવાનોને ફેમસ થવાનો ક્રેઝ હોય છે. તેઓ સ્ટંટ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને વાયરલ કરે છે. જેના લીધે ઘણીવાર તેમનો જીવ અને લોકોનો જીવ પણ જોખમમાં મૂકાતો હોય છે.


માલેતુજાર પરિવારના નબીરાઓએ બેફામ ગાડીઓ ચલાવીને ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. તેવી ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે. ત્યારે આવા તત્ત્વોને કાયદામાં રાખવા ખૂબ જ જરુરી છે. ત્યારે ભાવનગરમાં યુવાનને સીનસપાટા કરવા ભારે પડ્યા હતા. લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી રીતે ડ્રાઈવિંગ કર્યું હતું.

યુવકે જાહેરમાં કારને બેફામ રીતે ચલાવી

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના જાહેર રસ્તા પર એક યુવકે કારને બેફામ રીતે ચલાવી હતી. કાર લઈને જાહેર રસ્તા ઉપર સીનસપાટા કર્યા હતા. યુવાનના બેદરકારીભર્યા ડ્રાઇવિંગને લીધે લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. કાર લઈને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે બેફિકરાઈપૂર્વક વાહન ચલાવતા યુવાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગોપાલ મેર નામના યુવાને સોશિયલ મીડિયા ઉપર સીન સપાટા કરતી પોસ્ટ મૂકી હતી.

SOGએ યુવક સામે કરી કાર્યવાહી

સોશિયલ મીડિયા પર યુવાનના સીનસપાટાનો વીડિયો વાયરલ થયો હતો. ગોપાલ મેર નામના યુવાનના સીનસપાટાના વીડિયોના આધારે SOG પોલીસે કાર્યવાહી કરી હતી. તેમજ યુવકની SOGએ અટકાયત કરી હતી. યુવાનને પકડીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. બેદરકારી ભર્યા ડ્રાઈવિંગને લીધે ઘણા મોત થયા છે. જેમાં અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ જેગુઆર કાર ચલાવીને 9 લોકોને કચડી માર્યા હતા, જે મામલે હજુ પણ તે જેલના સળિયા પાછળ છે.તો વડોદરામાં પણ આવો જ રફ્તારના રાક્ષસ રક્ષિત ચૌરસિયાએ પણ બેફામ ડ્રાઈવિંગ કર્યું હતું.જેમાં લોકોના મોત થયા હતા.

  • Follow us on: