ભાવનગર શહેરના વાલ્મીકીવાસ પાસેથી રીક્ષામાં કફ સિરપનો જથ્થો લઈને જઈ રહેલા દાંતીયાવાળી શેરીના શખસની અટક કરી તેના કબજામાં રહેલી પ્રતિબંધીત કફ સિરપની કુલ બોટલ નંગ-૬૦૭ નો મુદામાલ મળી આવતા બરામત કરી પુછપરછ કરતા તેણે તેને નશો કરવાની ટેવ હોય જેથી રાજકોટના શખસ પાસે કુરીયરમાં કફ સિરપનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત આપી હતી.


કફ સિરપના જથ્થા સાથે આરોપીની ધરપકડ

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ શહેરના રસાલા કેમ્પ, મફતનગર, જવાહર મેદાનથી ક્રેસન્ટ સર્કલ જવાના માર્ગ પર વાલ્મીકીવાસ પાસે રોડ ઉપર રીક્ષા શંકાસ્પદ જોવા મળતા તેને રોકતા તેમાં બેસેલા અહેમદ અલ્તાફભાઈ સેતા મળી આવતા અને રીક્ષામાંથી કફ સિરપના ચાર બોક્સ મળી આવ્યા હતા જ્યારે રીક્ષા ચાલક હાજીભાઈ આલસીભાઈ સેલોતની પુછપરછ કરતા માધવદર્શનથી એહેમદને ચાર બોક્સ સાથે બેસાડી ભાડુ નક્કી કરી દાંતીયાવાળી શેરીમાં લઈ જતા હોવાનુ જણાવ્યુ હતું.

નિલમબાગ પોલીસમાં ગુનો દાખલ કરાયો

દરમિયાન રીક્ષા સ્પેશિયલ ઓપરેશન ગૃપ લઈ જઈ તપાસ કરતા ચાર બોક્સમાં પ્રતિબંધીત codeine phosphate નુ ઘટક તત્વ ધરાવતી કફ શીરપની બોટલોનો જથ્થો બિન અધિકૃત રીતે પોતાના કબ્જામાં રાખી કુલ બોટલ નંગ-૬૦૭ મળી આવતા અહેમદ સેતાના કબજામાંથી કફ સિરપનો જથ્થો… મોબાઈલ મળી કુલ રૂા. ૮૯,૪૦૮નો મુદામાલ બરામત કરી પુછપરછ કરતા પોતાને નશો કરવાની ટેવ હોય જેથી રાજકોટના જીતુ નામના શખસ પાસેથી મહાવિર કુરીયરમાં કફ શિરપનો જથ્થો મંગાવી પોતાના ઘરે લઈ જતો હોવાની કબુલાત આપી હતી. જેના પગલે એમદ ઉર્ફે અહેમદ અલ્તાફભાઈ સેતા સામે કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામા આવ્યો હતો.


આ પણ વાંચોઃ Gandhinagar News : આજે વિધાનસભામાં અશાંતધારાનો મુદ્દો ગુંજશે, ચાર બિનસરકારી વિધેયક પણ લવાશે


  • Follow us on: