બોટાદના પાળીયાદ રોડ પર 4 શખ્સોએ ભેગા મળીને યુવાનની હત્યા કરી છે, છરી અને ધોકાના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે, સૂર્યા ગાર્ડન પાસે જગદીશ ગોર નામના યુવકની હત્યા કરવામાં આવી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
બોટાદ પોલીસે હત્યા અંગે વધુ તપાસ હાથધરી
બોટાદના પાળીયાદ રોડપર મોડી રાત્રે હત્યાની ઘટના બની છે જેમાં બોટાદ શહેરમાં રહેતા જગદીશભાઈ ગોર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, પાળીયાદ રોડ પર આવેલ સૂર્યા ગાર્ડન પાસેની શેરીમાં આ હત્યા કરવામાં આવી છે, ચાર જેટલા શખ્સોએ છરી અને ધોકાના ઘા મારી યુવાનનું ઢીમ ઢાળી દીધું હતુ અને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથધરી. કોણે હત્યા કરી, હત્યાનું શું કારણ તે પોલીસ તપાસ બાદ સામે આવશે.
મૃતદેહને પીએમ માટે ખસેડયો
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, બોટાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપી સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ અકબંધ છે, તો પોલીસને શંકા છે કે ચાર મિત્રોએ ભેગા મળીને આ હત્યા કરી હશે.