ગુજરાતમાં સિનિયર સિટિઝનોને લૂંટી લેવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે એક વૃદ્ધાને બાઈક ચાલકે લૂંટી લીધા હતાં. વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓની લૂંટ કરી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. વૃદ્ધાને કાનમાં ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાઇકચાલકે વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. અમુબેન જીવણભાઈ મકવાણા નામના વૃદ્ધાને બાઈક પર બેસાડ્યા હતાં અને તેમના બંને કાનમાંથી બાઈક ચાલકે સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી. અમુબેન મકવાણા બોડી ગામે તેમના સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી ઉમરાળા ગામે જવાનું હતું.અમુબેને એક બાઈક ચાલકને ઉમરાળા સુધી લઈ જવાનુ કહેતા બાઈક ચાલકે તેમને બેસાડ્યા હતાં.













