ખનીજ ચોરી માટે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા વિસ્તારમાં ફરી એકવાર ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. બેફામ બનેલા ખનન માફિયાઓ સામે લાલ આંખ કરીને તંત્રએ મબલખ ગેરકાયદે ખોદકામ ઝડપી પાડ્યું છે, જેમાં અધધ 43 જેટલા કૂવાઓ ખોદીને કોલસાની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.


ખનન માફિયાઓનું મોટું કારસ્તાન

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે ચોરવીરા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમ દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે માફિયાઓએ જમીનમાં 43 જેટલા ઊંડા કૂવાઓ ખોદી નાખ્યા હતા અને તેમાંથી રાત-દિવસ કોલસો કાઢવામાં આવતો હતો.

લાખોનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન તંત્રએ સ્થળ પરથી ખનન માટે વપરાતા સાધનો જપ્ત કર્યા છે, જેમાં લોખંડની ચરખીઓ, પાઇપો અને એન્જિન,બકેટો અને અન્ય ઓજારો આ તમામ સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે સીઝ કર્યો છે.

આ પણ વાંચો: મુસાફર અચાનક બેભાન થતા મહિલા ડોક્ટર 'દેવદૂત' બન્યા, સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

  • Follow us on: