સુરત રેલવે સ્ટેશન પર આજે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા યુવકનો જીવ સમયસર મળેલી તબીબી મદદને કારણે બચી ગયો છે. સ્ટેશન પર હાજર એક મહિલા ડોક્ટર અને સ્થાનિક યુવકોની ત્વરિત કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી.
અચાનક ઢળી પડ્યો મુસાફર
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં એક મુસાફર યુવક અચાનક ચક્કર આવતા બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો કઈ સમજે તે પહેલા જ સ્ટેશન પર ઉપસ્થિત એક મહિલા ડોક્ટરની નજર આ યુવક પર પડી હતી. ડોક્ટરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવકની પાસે પહોંચી તેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.










