કલોલ હાઈવે પર આવેલા ગાયત્રી મંદિર સામે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક કારનું ટાયર અચાનક ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર બાજુમાં જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ટાયર ફાટતા સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, એક કાર મહેસાણા તરફથી અમદાવાદ જઈ રહી હતી. જ્યારે કાર કલોલના ગાયત્રી મંદિર સામેના ઓવરબ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે કાર બેકાબૂ બની હતી અને બાજુના ટ્રેક પર પસાર થઈ રહેલા ટ્રેલર સાથે જોરદાર ટકરાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો.
