રાજકોટ શહેરમાં સેલ્ફ-ડ્રાઈવિંગ માટે કાર ભાડે મેળવીને તેને બારોબાર અન્ય રાજ્યોમાં વેચી મારવાનું મોટું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી બે મહિન્દ્રા થાર ગાડીઓ જપ્ત કરી છે.


સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાનું કૌભાંડ

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દર્પણ મણવર સેલ્ફ-ડ્રાઈવિંગ કાર પ્રોવાઈડર્સ પાસેથી લક્ઝુરિયસ કાર ભાડે લેતો હતો.તે કાર માલિકોનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં પ્રતિ દિવસના ₹ 7,500 લેખે 5 થી 10 દિવસનું ભાડું એડવાન્સમાં ચૂકવી દેતો હતો.એકવાર કાર હાથમાં આવ્યા બાદ, દર્પણ આ ગાડી તેના સાથીદાર આમિર વોરાને સોંપી દેતો હતો.આમિર વોરા ગાડીમાંથી લોકેશન ટ્રેક ન થાય તે માટે સૌથી પહેલા GPS (જીપીએસ) સિસ્ટમ કાઢી નાખતો અને ત્યારબાદ આ ગાડીઓને અન્ય રાજ્યોમાં વેચી મારતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે દર્પણ મણવર અને આમિર વોરાની અટકાયત કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ માલવિયા નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અન્ય કેટલીય મોંઘીદાટ કાર બારોબાર વેચી હોઈ શકે છે.

આ પણ વાંચો:દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, 'વિકસિત ભારત'ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા- હર્ષ સંઘવી

  • Follow us on: