સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતનું નેતૃત્વ કરતા 'ઈન્ડિયા પેવેલિયન' ખાતે સંબોધન કર્યું હતું. તેમણે વૈશ્વિક મંચ પરથી ગુજરાતની આર્થિક શક્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવાના રોડમેપ વિશે મહત્વની વાતો રજૂ કરી હતી.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હર્ષ સંઘવીનું સંબોધન
હર્ષ સંઘવીએ ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિમંડળોની હાજરીમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે સૌ એક જ એજન્ડા સાથે અહીં આવ્યા છીએ અને તે છે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું." તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતને ૨૦૧૪થી પીએમ મોદીનું મજબૂત નેતૃત્વ મળી રહ્યું છે, પરંતુ ગુજરાતને તેમના વિઝનરી નેતૃત્વનો લાભ ઘણા લાંબા સમયથી મળી રહ્યો છે.
