બોટાદના તુરખા ગામે સગીરાને ભગાડી જવાના કેસમાં ફરિયાદની દાઝ રાખી પરિવાર પર થયેલા જીવલેણ હુમલા અને મહિલાના મોત મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસમાં વધુ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેમની સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ બે આરોપીઓ જેલના સળિયા પાછળ
તુરખા ગામે થયેલા હિંસક હુમલામાં પોલીસે દિલીપભાઈ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથભાઈ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ કાફલો બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયો હતો. હુમલા સમયે આરોપીઓનો રોલ શું હતો, તેમણે કેવી રીતે હુમલો કર્યો અને કયા હથિયારોનો ઉપયોગ થયો તે અંગેની કડીઓ મેળવવા પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.










