ભાવનગર મહાનગરપાલિકા (BMC) ના દબાણ હટાવ વિભાગ દ્વારા આજે શહેરના ભરચક ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. સીટી બસના પાર્કિંગ માટેની અનામત જગ્યાને ખુલ્લી કરાવવા માટે તંત્રએ આકરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.


સીટી બસ પાર્કિંગની જગ્યા કરાવાઈ ખુલ્લી

ગંગાજળિયા તળાવ વિસ્તારમાં સીટી બસના પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી જગ્યા પર લાંબા સમયથી ખાનગી વાહનો અને રીક્ષાઓનું દબાણ વધી ગયું હતું. આ દબાણને કારણે બસોના આવાગમનમાં ભારે મુશ્કેલી પડતી હતી. મનપાની દબાણ હટાવ ટીમે આજે સ્થળ પર પહોંચીને રસ્તો રોકીને ઊભેલા તમામ દબાણો દૂર કરી રોડને ખુલ્લો કરાવ્યો હતો.

રીક્ષાચાલકો સાથે ઘર્ષણના દ્રશ્યો

કાર્યવાહી દરમિયાન ગંગાજળિયા તળાવ પાસે આડેધડ પાર્ક કરવામાં આવેલી રીક્ષાઓને મનપાની ટીમ દ્વારા વ્હીલ લોક મારવામાં આવ્યા હતા. પોતાની રીક્ષાઓને લોક થતા જોઈ રીક્ષાચાલકો ઉશ્કેરાયા હતા અને દબાણ હટાવ વિભાગના ઇન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓ સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી. કેટલાક રીક્ષાચાલકોએ દાદાગીરી કરી કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બન્યું હતું.

આ પણ વાંચો: મહિલાને એજન્ટે 90 હજારના પગારની લાલચ આપી તબેલામાં ધકેલી, બેલારૂસથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી માગી મદદ

  • Follow us on: