વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી મહિલા એજન્ટોની છેતરપિંડીનો ભોગ બની છે. નવસારીની એક વિધવા મહિલાને ફ્રૂટ પેકિંગની નોકરીના બહાને બેલારૂસ મોકલીને ત્યાં તબેલામાં કામ કરવા મજબૂર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.


એજન્ટની માયાજાળ અને લાખોની છેતરપિંડી

નવસારીની રહેવાસી અને ત્રણ સંતાનોની માતા મીનાબેન જોષી નામની વિધવા મહિલા વડોદરાના એક એજન્ટના સંપર્કમાં આવી હતી. એજન્ટે તેમને બેલારૂસમાં ફ્રૂટ પેકિંગના કામમાં માસિક 90 હજાર રૂપિયાના પગારની લાલચ આપી હતી. આ સોનેરી સપના બતાવી એજન્ટે મહિલા પાસેથી કટકે કટકે 5.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે મીનાબેને આ રકમ ઉછીની લાવીને એજન્ટને ચૂકવી હતી.

ફ્રૂટ પેકિંગને બદલે તબેલામાં કામ

જ્યારે મીનાબેન બેલારૂસ પહોંચ્યા, ત્યારે સત્ય કંઈક અલગ જ હતું. ત્યાં તેમને કોઈ ફ્રૂટ પેકિંગની કંપનીને બદલે પશુઓના તબેલામાં કામ કરવા માટે ધકેલી દેવામાં આવ્યા હતા. અત્યંત કપરી પરિસ્થિતિમાં કામ કરવા મજબૂર બનેલી મહિલાએ જ્યારે વડોદરાના એજન્ટનો સંપર્ક કર્યો, ત્યારે એજન્ટે હાથ ઊંચા કરી દીધા હતા અને કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

વીડિયો દ્વારા ભારત સરકારને આજીજી

હાલ બેલારૂસમાં ફસાયેલી મીનાબેન પાસે ભારત પરત આવવા માટે પણ પૈસા બચ્યા નથી. લાચારીની સ્થિતિમાં તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે "મારી સાથે છેતરપિંડી થઈ છે, મને અહીં તબેલામાં કામ કરવા રાખવામાં આવી છે. મારી પાસે પાછા આવવાના પૈસા નથી, પ્લીઝ મને ભારત પરત લાવવામાં મદદ કરો.


આ પણ વાંચો: JEE-2026ની પરીક્ષાને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો શું છે પરીક્ષાનું ટાઈમ ટેબલ અને નિયમો


  • Follow us on: