નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં લેવાનારી JEE-2026 (Joint Entrance Examination) ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં પરીક્ષાના સુચારૂ આયોજન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


પરીક્ષાની તારીખો અને સમયપત્રક

JEE-2026 ની પરીક્ષા બે તબક્કામાં અને વિવિધ શિફ્ટમાં યોજાશે. NTA દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ  પરીક્ષાની તારીખો 21, 22, 23, 24 જાન્યુઆરી અને 28, 29 જાન્યુઆરી 2026.પ્રથમ શિફ્ટ સવારે 9:00 થી 12:00 કલાક સુધી. બીજી શિફ્ટ: બપોરે 3:00 થી 6:00 કલાક સુધી. ખાસ નોંધ (29 જાન્યુઆરી): પેપર-2 માટેનો સમય સવારે 9:00 થી બપોરે 12:30 સુધીનો રહેશે.

પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ પોલીસ કમિશનરે પરીક્ષા કેન્દ્રોની આસપાસ શાંતિ જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર મનાઈ છે. કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ મશીન ચલાવવા કે ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે લાઉડ સ્પીકર વગાડવા પર પણ રોક લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: Daman: ભરચક બજારમાં દીપડાની લટાર, ત્રીજા માળે ઘૂસી જતાં અફરાતફરી

  • Follow us on: