સંઘપ્રદેશ દમણના હૃદય સમાન બજાર વિસ્તારમાં આજે તે સમયે ભારે ફફડાટ વ્યાપી ગયો જ્યારે એક જંગલી દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી આવ્યો હતો. સામાન્ય રીતે શાંત ગણાતા આ વિસ્તારમાં દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.


ઘરના ત્રીજા માળે દીપડાનું રહેઠાણ

બજાર વિસ્તારમાં આવેલા એક મકાનના ત્રીજા માળે અચાનક દીપડો દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. દીપડો મકાનમાં ઘૂસી ગયો હોવાની જાણ થતા જ આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ગભરાટ એટલો હતો કે તુરંત જ બારી-દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક દમણ પોલીસ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો

ઘટનાસ્થળે પહોંચેલી દમણ પોલીસે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક પગલાં લીધા હતા. જાનહાનિ ટાળવા માટે પોલીસે મકાનની આસપાસના આશરે ૧ કિલોમીટર સુધીનો વિસ્તાર તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દીધો હતો. ભીડને કાબૂમાં લેવા અને દીપડાને બહાર નીકળતો રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દમણ અને વલસાડ વન વિભાગનું સંયુક્ત ઓપરેશન

દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે દમણ વન વિભાગની ટીમે વલસાડ વન વિભાગની નિષ્ણાત ટીમની મદદ માંગી હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગના કર્મચારીઓ લાઇફ જેકેટ, શોર્ટ ગન (ટ્રેન્ક્વીલાઈઝર ગન) અને જાળ જેવા આધુનિક સાધનો સાથે સજ્જ થઈને મકાનમાં પ્રવેશ્યા હતા. દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવા માટે વન વિભાગે ખૂબ જ સાવચેતીપૂર્વક વ્યૂહરચના બનાવી હતી.

આ પણ વાંચો: તંત્રનું મેગા ડિમોલિશન,30 વર્ષ જૂના દબાણો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર


  • Follow us on: