બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.આ ઘટનાથી ભક્તો અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઘટના બાદ દેવ પક્ષ અને આચાર્ય પક્ષ સામસામે આવી ગયાં છે. જુગાર રમાડનાર પાર્ષદ હરિકૃષ્ણ ભગતને લઇ આક્ષેપો કરવામાં આવ્યાં છે. આચાર્ય પક્ષે હરિજીવનદાસ સ્વામીના આક્ષેપ ફગાવ્યા છે.


હું જાહેરમાં હરીજીવનદાસ સ્વામી સાથે ચર્ચા કરવા તૈયાર

આ સમગ્ર ઘટના અંગે ગોપીનાથ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતુ કે, આ ભગતને અગાઉ હરીજીવનદાસ સ્વામીએ બચાવ્યા હતા.જુગારમાં પકડાયેલ ભગત સાથે અમારે કોઇ લેવા દેવા નથી. હું જાહેરમાં હરિજીવનદાસ સ્વામી સાથે ચર્ચા કરવા તૈયાર છું. હરિકૃષ્ણ ભગત આચાર્યએ પક્ષનો હોવાનો દેવપક્ષે આક્ષેપ કર્યો છે. ત્રણ દિવસમાં ગઢડા મંદિરના ચોકમાં હરિપ્રકાશદાસજી સ્વામી અને તેની આખી ટોળી આવે અને અમારું સંત મંડળ ઉભા રહેશે. નાગરીકોને બોલાવી અત્યાર સુધીમાં બનેલી દુર્ઘટનાઓની જાહેરમાં ડિબેટ કરવા પૂર્વ કોઠારી ઘનશ્યામ વલલભદાસજી સ્વામીએ ચેલેન્જ આપી હતી.

ચેરમેન હરીજીવનદાસ સ્વામીએ ઘટનાને વખોડી

મંદિરના ચેરમેન હરીજીવનદાસ સ્વામીએ ઘટનાને વખોડી હતી. તેમણે કહ્યું હતું કે, આ ભગત જુના આચાર્ય પક્ષનો માણસ છે.પાર્ષદ હરીકૃષ્ણ પોતાના આવાસમાં જુગાર રમતા હતા.બારણું બંધ રાખી જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે.તહેવારોમાં ટ્રાફિક હતો જેનો ભગતે લાભ ઉઠાવ્યો હતો.પોલીસ તમામની સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. મંદિર પણ હરીકૃષ્ણ ભગત સામે સંસ્થાકીય પગલાં લેશે.


  • Follow us on: