બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં રાણપુર પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 10 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ જુગારીઓ પાસે રહેલી 49,209ની રોકડ, 11 મોબાઈલ, 5 વાહન સહિત કુલ રૂપિયા 7.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


ઝડપાયેલા આરોપીઓના નામ

  1. વિજયસિંહ રતનસિંહ મકવાણા રહે. બોટાદ
  2. રજાકભાઈ નૂર મહંમદ ભાઈ ચુડાસમા રહે. રાજકોટ
  3. અવેશભાઈ સત્તારભાઈ સુવાણ રહે. ભાવનગર
  4. સિધ્ધરાજસિંહ ઉર્ફે ભગત ભરતસિંહ લીંબોલા રહે. ખસ
  5. પૃથ્વીરાજસિંહ ભરતસિંહ મકવાણા રહે. ખસ
  6. વિરામ વિઠ્ઠલભાઈ બોળીયા રહે. પાણવી
  7. હામાભાઇ જગમાલભાઈ પરમાર રહે. રાણપુર
  8. ઈકબાલભાઈ ઉસ્માનભાઈ માકરાણી રહે. ભાવનગર
  9. મહેબૂબ ભાઈ ઇબ્રાહીમભાઇ બાવનકા રહે. ભાવનગર
  10. હિતેન્દ્રભાઈ રમેશભાઈ કારીયા રહે. ભાવનગર

અન્ય 4 શખ્સો થયા ફરાર

આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે અન્ય ચાર શખ્સો ટીમને ચકમો આપીને ફરાર થઈ ગયા છે. આ ઉપરાંત તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમજ ફરાર થયેલા આરોપીઓને પોલીસ શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે રાણપુર તાલુકામાં અલગ અલગ જગ્યા ઉપર જુગાર ધામ ચલાવવામાં આવતો હતો અને જુગાર રમનારા લોકો અલગ અલગ ગામથી આવતા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે રાણપુર પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર જ લીમડી રોડ ઉપર ચકી ફૂદીનો જુગાર ખુલ્લેઆમ રમાઈ રહ્યો છે તેમ છતાં પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે.

  • Follow us on: