દાહોદના ગોધરા રોડ પર આવેલી મુવાલીયા ચોકડી નજીક આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન અચાનક વાતાવરણ વણસ્યું હતું. ઉજવણીમાં DJ વગાડવાની બાબતે બે જૂથ વચ્ચે તીવ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. જોતજોતામાં આ વિવાદ ઉગ્ર બન્યો હતો અને સામસામે ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, જેના કારણે દોડધામ મચી ગઈ હતી.
સ્થિતિ નિયંત્રિત કરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
પથ્થરમારાની ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસક બનેલા ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે સ્થળ પર ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસના આકરા વલણ બાદ પથ્થરમારો કરનારા તત્વો વિખેરાવા લાગ્યા હતા.
