ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ, તથા મળેલી અરજી/ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથધરી, વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મુળ માલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી રેંજ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતામાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ અરજદારોને કુલ ૬,૨૫,૦૦૦ મુદ્દમાલ પરત આપવામાં આવ્યો છે.


મોબાઈલ નંગ- ૧૬ જેની કિંમત રૂ.૩ લાખ રિકવર કરી અરજદારોને પરત કર્યા હતા

ડાંગ જીલ્લામાં રેંજ આઇજી પ્રેમવીર સીંહની અધ્યક્ષતા હેઠળ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી ફરિયાદો પૈકી ૧૬ મોબાઈલ ખોવાઈ જવા બાબતની અને ૧૨ સાયબર ફ્રોડની અરજીઓમાં, જિલ્લાની એલ.સી.બી.શાખા દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી, બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી, હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી/કરાવી, ખોવાય ગયેલ મોબાઈલ નંગ- ૧૬ જેની કિંમત રૂ.૩ લાખ રિકવર કરી અરજદારોને પરત કર્યા હતા.

સાયબર ફ્રોડની ફરિયાદના રુપિયા પણ પરત અપાયા

સાથે ૧૨ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદમાં અરજદારે ગુમાવેલા રૂપિયા ૩,૨૫૦૦૦ મળી કુલ રૂપિયા ૬,૨૫૦૦૦ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને પરત આપવામાં આવ્યા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” તેમજ ૩ વર્ષથી ચાલતા સંવેદનશીલ કાર્ય એવા પ્રોજેક્ટ દેવી અને સાપુતારા ખાતે ચાલતા પ્રવાસી મિત્ર પ્રોજેક્ટ ની પણ રેંજ આઈજીએ પ્રસંસા કરી હતી.


  • Follow us on: