ધંધૂકામાં વિધર્મી દ્વારા કરાયેલી હત્યા કેસમાં બુલડોઝર કાર્યવાહી કરાશે. આજે આરોપીઓના ગેરકાયદે કબજા પર બુલડોઝર ફરી વળશે.હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે દાદાનું બુલડોઝર ફરી વળશે. બે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગેરકાયદે દબાણો પર આજે બુલડોઝર ફરી વળશે.
ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ
ધંધુકામાં થયેલા ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. કેસના બંને આરોપીઓને ગઈકાલે ધંધુકા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ સમયગાળામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી ઘટનાની સંપૂર્ણ વિગતો બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે.













