અમદાવાદના ધોળકા વિસ્તારમાં શિક્ષિકા પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદ અને શંકા મા પત્નીની હત્યા નિપજાવી પેટ્રોલ છાંટી મૃતદેહ સળગાવી દીધો હતો. મહત્વનું છે કે હત્યા બાદ પતિએ જ પત્ની ગુમ થઈ હોવાની જાણ પરિવાર અને પોલીસને કરી હતી. જોકે પોલીસ તપાસમાં પતિ ભાગી પડતા હત્યા અંગેની તમામ હકીકત સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે.


પતિએ જ પત્નીની હત્યા કરી

અમદાવાદના ધોળકા પોલીસે પકડેલા આરોપીનું નામ બળદેવભાઈ ઝાલા છે.જેણે પોતાની પત્ની રીનાબેન ઝાલાની માથામા પથ્થર મારી હત્યા નીપજાવી હતી.જે બાદ મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો.આરોપી બળદેવ આટલેથી નહીં અટકતા પરિવાર અને પોલીસને પણ પોતાની પત્ની ગુમ થઈ હોવાની જાણ કરી હતી.એક તરફ પોલીસ અને પરિવાર શિક્ષક રીના ઝાલાની શોધખોળ કરતો હતો.બીજી તરફ ચલોડા ગામના સીમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા તે રીના ઝાલાનો હોવાનું સામે આવ્યું છે.જે અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી શોધખોળ કરતા તેનો પતિજ આરોપી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શિક્ષક રીના ઝાલાની હત્યાની તપાસમાં સામે આવ્યું કે, છેલ્લા દસેક દિવસથી આરોપી બળદેવ ઘર કંકાસ અને પત્ની પર શંકા રાખી તેને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા આરોપી એ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત જણાવી અને હત્યાનો ભેદ ઉકેલાયો છે.આરોપી બળદેવ એ કબુલાત તરીકે તેની પત્ની રીના વાસણા ગામે વસ્તી ગણતરી માટે ગઈ હતી અને તે પણ ત્યાં પહોંચી પત્ની સાથે તકરાર કરી માથામાં પથ્થર મારી તેની એકટીવામાં રહેલું પેટ્રોલ રીનાના મૃતદેહ પર છાતી તેને સળગાવી દીધો હતો. જે બાદ બદરખા ગામે લાઇબ્રેરીમાં પહોંચી રીનાના મોબાઈલ નંબર પર ફોન કરી તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાની માહિતી પરિવાર અને પોલીસને જણાવી હતી.જોકે પરિવારના સભ્યોને પૂછપરછમાં પતિ બળદેવ તરફ શંકાની સોય આવતી હોવાથી પોલીસે તેની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચોઃ PM Modi Daman Visit: 2,970 કરોડના વિકાસ કાર્યો, 'નમો હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'ની ભેટ



  • Follow us on: