ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હીટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. બોટાદના ગઢડામાં રફતારના રાક્ષસે એક યુવકનો જીવ લીધો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હિટ એન્ડ રનની ઘટનામાં બાઇકચાલકનું મોત

બોટાદ જિલ્લાના ગઢડા રોડ પર સીએનજી પમ્પ નજીક ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે એક બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

ગઢડા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી 

બીજી તરફ બાઈક પર સવાર અન્ય યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં ગઢડાના આસીમ ભટ્ટી નામના યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે સલમાન પઠાણ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગઢડા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે. કાર ચાલક કોણ હતો અને કઈ દિશામાં ગયો તેની પણ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ  Ahmedabad News: શહેરમાં GMDC ગ્રાઉન્ડ નજીક અકસ્માત, પૂરપાટ ઝડપે આવી રહેલો બાઈક ચાલક રેલિંગ સાથે અથડાતા મોત


  • Follow us on: