ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતીયો અને ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવાઈ રહી છે. ઓપરેશન ડેલ્ટાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં સંપૂર્ણ ડેટા ચકાસવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીની તપાસમાં 362 બાંગ્લાદેશી સામે આવ્યા છે.700થી વધુની તપાસ મોડી રાત સુધી ચાલશે. પોલીસે એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડ્યા છે.


[[$googlead]]

વગર ડોક્યુમેન્ટે નોકરી આપી હશે એના પર કાર્યવાહી થશે

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડાયા છે. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના બીજા યુનિટ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. આ લોકોને ઘર અને નોકરી આપવા વાળાની તપાસ કરાશે. ઘૂસણખોરોને આશરો આપનાર સામે કાર્યવાહી થશે.વગર ડોક્યુમેન્ટે નોકરી આપી હશે એના પર કાર્યવાહી થશે. સમગ્ર રાજ્યમાં ઓપરેશન ચલાવવામાં આવશે.

છેલ્લા 72 કલાકમાં ગુજરાત પોલીસે મેહનત કરી

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણામાંથી પકડીશુ. તેમને પકડીને ગુજરાત અને દેશથી બહાર કરવામાં આવશે.ચંડોળા પછી આજ સુધી 200થી વધુ પકડાયા છે. ઓપરેશન ત્યારથી ચાલતુ હતુ અને હાલ પણ ચાલુ છે અને આગળ પણ ઓપરેશન ચાલશે.છેલ્લા 72 કલાકમાં ગુજરાત પોલીસે મેહનત કરી છે. ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓની સૌથી વધુ સંખ્યા અમદાવાદ, સુરત, ભરૂચમાં છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરામાં પણ છે. 6200થી વધુ લોકોની તપાસ ચાલી રહી છે જેમાંથી 362 બાંગ્લાદેશી મળી આવ્યા છે. 18થી વધુ લોકોએ ભાગવાની કોશિશ કરી હતી તેમને પણ પકડવામાં આવશે.

[[$alsoread]]

6 હજારથી વધુ ભારતીય ફોન નંબર મળ્યા

આ અંગે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે કહ્યું હતું કે, રાજ્યમાં ઓપરેશન ડેલ્ટાની શરૂઆત થઈ છે. 6 હજારથી વધુ ભારતીય ફોન નંબર મળ્યા છે. જેનો સીધો સંપર્ક બાંગ્લાદેશથી હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કામગીરી કરી છે. 700થી વધુની પૂછપરછ ચાલી રહી છે.300થી વધુ લોકોને ડીટેન કરાયા છે.


આ પણ વાંચોઃ Ahmedabad પોલીસનું ઓપરેશન ડેલ્ટા,166 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, સ્પા અને પ્રોસ્ટિટ્યુશન કનેક્શન ખુલતા સનસનાટી


  • Follow us on: