ગુજરાતમાં ટ્રાફિક નિયમોના પાલનને વધુ સુદ્રઢ બનાવવા અને દંડની વસૂલાત પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 'નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે. 

3 દિવસની અંદર ઇ-ચલણ મોકલી દેવું ફરજિયાત 

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકને આગામી 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી ઇ-ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે ભૌતિક (ફિઝિકલ) ચલણ મોકલવા માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

પડકારવા માટે 45 દિવસની મુદત

નવી વ્યવસ્થા અંતર્ગત વાહનચાલકોને ચલણ સામે અપીલ કરવા કે તેને પડકારવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે. જો 45 દિવસની અંદર વાહનચાલક દ્વારા ચલણને કોર્ટ કે ઓથોરિટી સમક્ષ પડકારવામાં નહીં આવે, તો તેણે નિયમભંગ સ્વીકારી લીધો છે તેમ ગણવામાં આવશે. ત્યારબાદ દંડની રકમ ભરપાઈ કરવા માટે વાહનચાલકને વધારાના 30 દિવસનો સમય મળશે, જેથી તેઓ સરળતાથી ઓનલાઇન દંડ ભરી શકે.

ગંભીર કેસમાં પોલીસ દ્વારા વાહનને સીધું ડિટેઇન કરાશે

જો વાહનચાલક નિર્ધારિત સમયમર્યાદામાં બાકી ચલણની ચુકવણી નહીં કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આવા કિસ્સામાં કેન્દ્રીય 'વાહન' પોર્ટલ પર તે વાહન સામે ઓનલાઇન નોંધીને “Not to be Transacted” દર્શાવવામાં આવશે, જેનાથી વાહન વેચવા, ટ્રાન્સફર કરવા કે RTO ને લગતા કામકાજ અટકી જશે. આ ઉપરાંત ખૂબ જ ગંભીર કેસમાં પોલીસ દ્વારા વાહનને સીધું ડિટેઇન પણ કરી શકાશે. 


આ પણ વાંચો    :       Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની  


આ પણ વાંચો    :       Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત