કચ્છના મુંદ્રા બંદર પર વિદેશથી આવેલા એક જહાજમાં 118 કિલોથી વધુ કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સને દિલ્હી પહોંચાડવાનું હતું. પાકિસ્તાન થઈને ગુજરાતના દરિયા કિનારે પહોંચાડવામાં આવેલા આ નશાના જથ્થાને ATS સહિત પોલીસે ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ATS દ્વારા આ કન્સાઈમેન્ટ મેળવનારા બે આરોપીઓની દિલ્હીથી અટકાયત કરી લીધી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કોકેઈનના કન્સાઈનમેન્ટમાંથી AirTags અને GPS ટ્રેકર્સ ઝડપાાયા હોવાની વિગતો પણ સામે આવી છે.
ડેટાના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ
ગુજરાત ATS દ્વારા જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.તપાસ દરમિયાન કોકેનના કન્સાઇન્મેન્ટમાંથી અત્યાધુનિક ટ્રેકિંગ ડિવાઇસ મળી આવતા ડ્રગ્સ નેટવર્કની નવી મોડસ ઓપરેન્ડી ઉજાગર થઈ છે.ATSની કાર્યવાહી દરમિયાન કોકેઈનની ઇંટોમાંથી 4 એપલ એરટેગ્સ અને 2 ગાર્મિન જીપીએસ ટ્રેકર મળી આવ્યા છે.આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની કામગીરી અને તેમાં વપરાતી આધુનિક ટેક્નોલોજી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.ATS હવે આ ઉપકરણોના ડેટાના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.













