ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં જૂનાગઢના 1 પતિ-પત્ની સહિત કુલ 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના 2 ભાઈઓ સાથે મળીને કામ કરતા હતા અને એક મોટી ગેંગનો ભાગ હતા. આ ગેંગ વિવિધ દેશોમાં લોકોને છેતરતી હતી, જેનો પર્દાફાશ થતાં પોલીસની કાર્યવાહી તેજ બની છે.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
આ ગેંગની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ યુવક-યુવતીઓને ડેટા એન્ટ્રી જેવા કામોના બહાને વિદેશ લઈ જવા માટે લલચાવતા હતા. પાકિસ્તાનીઓ ભારતીય યુવક-યુવતીઓને બોર્ડર પાર કરાવીને દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલતા હતા. આ 41 ભારતીય નાગરિકોને દુબઈના રૂટથી થાઈલેન્ડ અને મ્યાનમાર જેવા દેશોમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં ગયા બાદ તેમને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) એપ્સનો ઉપયોગ કરીને રોકાણ કરવાના નામે છેતરપિંડીના કામોમાં જોતરવામાં આવતા હતા.













