ગાંધીનગરના રાયપુરમાં પોલીસે પાડોશી આરોપી અનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે, આ હત્યારાએ અગાઉના ઝઘડાની દાઝ રાખી બાળકીની હત્યા કરી હતી અને અનિલે બાળકીનું અપહરણ કરી ફાંસો આપી હત્યા કરી છે, આરોપીએ હત્યા બાદ લાશને કોથળામાં ભરી મુકી હતી અને આરોપી બાળકીની લાશને અન્યના ઘરે મુકી આવ્યો હતો.
ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યામાં ખુલાસો
પોલીસના ખુલાસા મુજબ, આરોપી અનિલ દેવીપૂજકે પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે માસૂમ બાળકીને ગળેફાંસો આપીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા પછી, કોઈને જરાય શંકા ન જાય તે માટે આરોપીએ બાળકીના મૃતદેહને એક કોથળીમાં ભર્યો હતો. આટલેથી ન અટકતાં, અનિલે વધુ નૃશંસતા દાખવતા, યોગ્ય તક જોઈને તે લાશ ભરેલી કોથળીને અન્ય એક પાડોશીના મકાનમાં મૂકી દીધી હતી, જેથી પોલીસ તપાસની દિશા બદલાઈ જાય અને તેના પર કોઈ આંગળી ચીંધી ન શકે.













