બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને ઐતિહાસિક બહુમત મળ્યો છે. જેની જીતની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય ખાતે પણ ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી છે. ભાજપના કાર્યકરોમાં જીતની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતાં.
NDA સરકાર પર લોકોનો વિશ્વાસ અડગ છે
આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બિહારમાં NDAની 200 કરતા વધુ બેઠકો પર લીડ છે. દેશમાં NDAની જીતનો ઉત્સાહ છે. ગુજરાતમાં પણ લોકોમાં એટલો જ ઉત્સાહ છે. બિહારનું પરિણામ રેકોર્ડ તોડી નાંખે એવું છે. NDA સરકાર પર લોકોનો વિશ્વાસ અડગ છે. હવે સરકાર બિહારનો જબરદસ્ત વિકાસ કરશે. આજે શિક્ષણનો દર 80 ટકાએ પહોંચ્યો છે.













