ગાંધીનગરમાંથી પકડાયેલા ત્રણ આતંકીઓ બાદ ગુજરાત ATSની ટીમે દિલ્હી અને હૈદરાબાદમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગરના ચિલોડા પાસેથી એલર્ટ વચ્ચે બે લોકો હથિયાર સાથે ઝડપાયા હતાં. પોલીસે બંને જણાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચિલોડા પાસેથી હથિયાર સાથે 2ની ધરપકડ
ગુજરાતમાં પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. રાજ્યની અન્ય રાજ્યોની જોડતી બોર્ડરે પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. શંકાસ્પદ લોકો અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુસાફરોના વાહનોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે બે લોકો હથિયાર સાથે ઝડપાયા છે. પોલીસને મળેલી બાતમીને આધારે બંને જણાને ઝડપી લેવામાં આવ્યા છે.













