ભાવનગરમાં સર્જાયેલી નકલી દારૂની ગંભીર ઘટના બાદ રાજ્ય પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ બનાવને પગલે પોલીસ ભવન ખાતે ડીજીપી ની અધ્યક્ષતામાં એક મહત્ત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થઈ છે. બેઠકમાં રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ અને આકરા નિર્દેશો આપવામાં આવ્યા છે.

બેઠકમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા. જ્યારે રાજ્યના તમામ શહેરના પોલીસ કમિશનર (CP), જિલ્લા પોલીસ વડા (SP) તેમજ રેન્જ આઈજી (Range IG) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.

રાજ્યવ્યાપી કડક પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવાનો આદેશ 

ડીજીપીએ ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને રાજ્યવ્યાપી કડક પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવાના આદેશ આપ્યા છે. કોઈપણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી જણાશે તો સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે પહેલાથી જ અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બેઠકમાં એ જ પ્રમાણે કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. 

https://twitter.com/sandeshnews/status/2089978845051187694 


DGP જી એસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સચિવાલય પહોંચ્યા

ભાવનગરમાં બનેલી ઘટના બાદ ગૃહ વિભાગ એકાએક હરકતમાં આવી ગયું છે અને રાજ્યવ્યાપી પ્રોહિબિશન રેડના આદેશ અપાયા બાદ સચિવાલયમાં ભારે હલચલ જોવા મળી રહી છે. DGP જી એસ મલિક Dy CM સાથે મહત્વની ચર્ચા કરવા માટે બેઠકમાં પહોંચ્યા છે, જ્યાં તેમની સાથે અમદાવાદ, વડોદરા અને સુરતના CP, CID ક્રાઈમના અધિકારીઓ તેમજ ગાંધીનગર રેન્જ IG જેવા રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે. દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે આ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ રહી છે.



આ પણ વાંચો :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન