કલોલના બોરીસણા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને ગામના મહિલા સરપંચના દિયર અને તેના મિત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનાર શખ્સ ભૂતપૂર્વ આર્મીમેન હોવાનું જાણવા મળ્યું છે, જેણે ગામના એક યુવકને રિવોલ્વર બતાવીને ગાળાગાળી કરી અને ધમકાવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે અને પીડિત પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ ગામમાં ચાલી રહેલી દબંગગીરીને ઉજાગર કરી છે.
પૂર્વ ઝઘડાનો ખાર રાખીને ધમકી













