ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી કરી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
ફાયર વિભાગના અધિકારી સામે ACB ટ્રેપ
મળતી પ્રાથમિક માહિતી મુજબ, ફાયર વિભાગ સાથે જોડાયેલા કામ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.
