ગાંધીનગરમાં રફતારના રાક્ષસે અકસ્માત સર્જયો છે અને મોડી રાત્રે બેફામ કારચાલકે અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે, કારચાલક પુરુષ હોવાનો સ્થાનિકોનો દાવો છે અને તે અકસ્મા બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો, તો પોલીસે આ કેસમાં એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે, કારચાલક NIFTના ડાયરેકટરના સંબંધી હોવાનો દાવો છે અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની છે.
ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં કારચાલકે 2ને ઉડાવ્યા
ગાંધીનગરના ઈન્ફોસિટી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે જેમાં કારચાલકે બે લોકોને ઉડાવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વાત છે. અકસ્માત કરનારા અકસ્માત કર્યા બાદ ગાંધીનગરની NIFT સંસ્થામાં જતા રહ્યા રહ્યા હતા. જો કે અકસ્માત જોનાર અને ગેટ કીપરનો દાવોછે કે અકસ્માત કરનાર મહિલા નહિ કોઈ પુરુષ હતા. અને અકસ્માત સર્જનાર NIFTના ડાયરેકટરના સંબંધી હોવાનો દાવો.













