ગુજરાતમાં દિવાળીના પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જામી છે. મીઠાઈ, કપડાં અને અન્ય ચીજ વસ્તુઓની લોકો દ્વારા ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮રના પ્રારંભ દિવસે તારીખ ૨૨ ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે.


શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે

નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮:૦૦ કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી ત્યાર બાદ ૮.૫૦ કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.

અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.


  • Follow us on: