દિવાળીના તહેવારમાં ગુજરાતનાં નાનામોટા ગામોમાં અલગ અલગ પરંપરા મુજબ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસ અશ્વ દોડનું આયોજન થાય છે.
પાંચ દિવસ ઘોડા દોડાવીને પરંપરાની ઉજવણી
દિવાળીમાં સામાન્ય રીતે ફટાકડા ફોડવા, મીઠાઇઓ ખાવી , રંગોળી પુરવી આવી બધી રીતે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસ ઘોડા દોડાવીને વર્ષો જૂની પરંપરા ઉજવવામાં આવે છે. આ પરંપરા કોઈ સ્પર્ધાના ભાગ રૂપે નથી હોતી પણ ધાર્મિક પરંપરાના ભાગરૂપે ધનતેરસથી ભાઈબીજ સુધી આ 5 દિવસ અશ્વ દોડ ઉત્સવ થાય છે.













