દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલમાં ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા બહિયલ ખાતે જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ટોળાએ 3 દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી
ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, બહિયલમાં બબાલ મુદ્દે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. ટોળાએ 3 દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરાઇ હતી. સમગ્ર ઘટના અંગે બે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટને કારણે હિંસા થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.













