ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓએ દિલ્હીના આઝાદ મંડીમાં અને અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી હતી.ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એટીએસની રડારમાં હતા. ATS દ્વારા ઝડપી લેવામાં આવેલા ત્રણ આતંકવાદીઓની તપાસ ચાલુ છે ત્યારે જ દિલ્હીમાં કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાત ATSની ટીમ દિલ્હી જઈને બ્લાસ્ટ અંગે તપાસ કરશે.


ગુજરાત ATSની ટીમ દિલ્હી જઈ કરશે તપાસ

ગુજરાત ATSની ટીમને દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટમાં ઝડપાયેલા ત્રણેય આતંકીઓના કનેક્શન હોવાની શંકા છે. જેથી શક્યતાઓને આધારે ગુજરાત ATSની ટીમ દિલ્હી જશે અને સમગ્ર બાબતે તપાસ કરશે. બીજી તરફ સમગ્ર મામલે ગૃહ મંત્રાલયે તપાસ NIAને સોંપી છે. NIAની ટીમ કેસની ગંભીરતાને ધ્યાને લઈને આતંકી નેટવર્ક અને વિસ્ફોટની સંપૂર્ણ તપાસ કરશે.

ATSની ટીમે ગાંધીનગરમાંથી ત્રણ આતંકવાદીઓને ઝડપ્યા હતાં

દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો તે પહેલા જ ગુજરાત ATSની ટીમે ગાંધીનગરમાંથી ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતાં. આતંકી સૈયદ હૈદરાબાદથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો. તે લાલ દરવાજા પાસેની હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સના 301 નંબરના રૂમમાં રોકાયો હતો. તેણે સાતમી નવેમ્બરે રાત્રે 12.45 વાગ્યે હોટેલમાં ચેક ઈન કર્યું હતું. તેણે હોટેલમાં રોકાવાનું ભાડુ પણ ચૂકવ્યું હતું. તે સવારના સમયે હોટેલમાંથી હથિયાર લેવા માટે નીકળ્યો હતો. હોટેલમાં રોકાવા માટે તેણે ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યું હતું. આ બાબતની તપાસ હજી ચાલુ છે તે દરમિયાન જ દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો હતો.


  • Follow us on: