કલોલના હાઇવે ઉપર આવેલા ઓટો હાઉસ નામની દુકાનમાં આગ લાગી હતી. આ દુકાનમાં ઓઇલનું હોલસેલમાં વેચાણ કરવામાં આવતું હતું. અહીં રાત્રે 2:00 વાગે આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે આસપાસના રહેણાંક વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.


મામલતદાર કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી

રાત્રે 2:00 વાગે લાગેલી આગ સવારે 8:00 વાગે કાબુમાં આવી હતી ત્યારબાદ દુકાન માલિક દ્વારા તેનો 11 લાખનો ઓઇલનો જથ્થો રહેણાંક વિસ્તારના એક મકાનમાં છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મામલતદાર કચેરીને મળતા મામલતદાર કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

રહેણાંક વિસ્તારમાં ફરીથીઆગની ઘટનાના બને ‌ તે માટે મામલતદાર કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારના મકાનમાં છુપાવવામાં આવેલો 11 લાખ ઉપરાંતનો ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાને સરદારબાગ સામે આવેલા સરકારી ગોડાઉનમાં સહી સલામત મૂકવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad News: મયૂર ડાયકેમ પર ઇન્કમટેક્સ દરોડાની તપાસ C.G રોડના જ્વેલર્સ સુધી પહોંચી


  • Follow us on: