અમદાવાદમાં તાજેતરમાં મયૂર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરી ખાતે આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતાં. આવક વેરા વિભાગે કંપની સહિત માલિક અને ભાગીદારોના નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લોકર, બેંક અકાઉન્ટ સહિતની તમામ ડિઝિટલ પુરાવાની પણ તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા કંપનીના નાણાકીય દસ્તાવેજો, બિલિંગ રેકોર્ડ અને રોકડ વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી. આ દરોડાની તપાસ અમદાવાદના સી.જી. રોડ પર સ્થિત એક જ્વેલર્સ સુધી પહોંચી છે.


IT અધિકારીઓએ રેકોર્ડની કરી ચકાસણી

આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓકેશન જ્વેલર્સના રેકોર્ડની તપાસ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મયુર પટેલ અને સુજલ પટેલના સંબંધીના જ્વેલર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે.મોટા પ્રમાણમાં કરચોરી આચરી હોવાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. રોકડ વ્યવહારો ચોપડે ન દર્શાવી કરચોરી આચરી હોવાનું આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Hormuz Strait: ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી કેવી રીતે થયા પસાર, જાણો


  • Follow us on: