સેક્ટર 4 વિસ્તારમાં આડા સંબંધ અને પ્રેમ પ્રકરણના ચક્કરમાં એક મહિલાની નિર્મમ હત્યા થતાં ભારે સનસનાટી મચી ગઈ છે. પોતાનો આડાસંબંધ સાચવી રાખવા અને પ્રેમિકા સાથે રહેવા માટે પતિએ પોતાની જ પત્નીની કાવતરું ઘડીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ચાર-ચાર નાના બાળકોએ પોતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
ગળાના નિશાનથી ખૂલ્યું મર્ડરનું રહસ્ય
મળતી વિગતો અનુસાર, મૃતક મહિલાની ઓળખ સંગીતા તરીકે થઈ છે, જે ચાર સંતાનોની માતા હતી. સંગીતાના પતિ રોહિતને વર્ષા નામની મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ આડા સંબંધની જાણ થતાં સંગીતા રોડા રૂપ બનતી હોવાથી રોહિત અને તેની પ્રેમિકા વર્ષાએ ભેગા મળીને સંગીતાને રસ્તામાંથી હટાવવાનો ખૌફનાક પ્લાન બનાવ્યો હતો. બંનેએ સંગીતાને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શરૂઆતમાં આ બનાવ સામાન્ય મોત જેવો લાગતો હતો પરંતુ મૃતકના ગળાના ભાગે શંકાસ્પદ નિશાન દેખાતાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
