ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા આંતકી હુમલાનું કાવતરું રચે તે પહેલા જ ઝડપી પાડવામાં આવેલા ત્રણ આરોપીઓને કોર્ટે 17 નવેમ્બર સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. ATS એ આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ આઝાદ સુલેમાન અને મોહમદ સુહેલ સહિતના અન્ય એક આરોપીને ગાંધીનગર જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ATS એ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ આરોપીઓ એક ગંભીર આંતકી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા અને તેમની પાસેથી હથિયાર (Weapon) પણ રિકવર કરવામાં આવ્યા છે. આ ગંભીર કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા અને તેમના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે આરોપીઓના મહત્તમ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
હથિયાર રિકવર અને માનસિકતાની તપાસ













